વાચકોનું વાત્સલ્ય



મહાવીર પ્રભુના સ્મરણમા સતત રહેનારા ભાઈશ્રી અર્પિત શાહએ પોતાની આંત:સ્ફુરણાથી પ્રભુના પગલે પ્રયાણ કરી જિનશાસનમાં એક નવી ઉમંગ, નવ્ય ઉર્જા અને નવચેતનાનો સંચાર કર્યો છે જેને માટે આ એકવીસમી સદીના જૈનો સદા ઋણી રહેશે. પ્રભુ વીરના સ્પંદનો તેમની વિહાર ભૂમિમાંથી મેળવી તેને તાજા કરવા અને તેમાં રાચવું કોઈ વિરલા જ કરી શકે. શ્રીમાન અર્પિત એક કુશળ ઇતિહાસકારની જેમ દરેક સ્થળને બરાબર નિરખ્યું, ત્યાંના સ્થાનિક લોકો સાથે ત્યાં બનેલા પ્રસંગોની ચર્ચા કરી અને તેના બરાબર અહેવાલ તૈયાર કર્યો. આનું સુંદર પરિણામ તે આ પુસ્તકરૂપમાં તૈયાર થયેલ બહુમૂલ્ય ધરોહર આજે આપણા સમક્ષ છે. 

ઘણા મનુષ્ય વિચારોની સૃષ્ટિ રચે છે, તે મુજબના સ્વપ્નો પણ જુએ છે, પરંતુ એને જીવનનું લક્ષ બનાવી તે સ્વપ્નોને સાકાર કરનાર તો જવલ્લે જ જોવા મળે. આ વિભૂતિ તે આપણા સહુના લાડીલા શ્રાવકવર્ય અર્પિત છે. આજની દુનિયાના અનેક પ્રલોભનથી દૂર રહી મનગમતું પ્રભુ વીરનું ચરિત્ર "ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર" માંથી વાંચ્યું અને આત્મસાત કર્યું. આવા પવિત્ર ગ્રંથના અધ્યયન થાકી તેમને મહાવીર પ્રભુના ચાતુર્માસો અને વિચારણની ભૂમિઓને સ્પર્શવાના અદકેરા ભાવ જાગ્યા.

"શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ" - સારા કાર્યમાં સો વિઘ્નો - સમસ્યાઓ આવતી ગઈ. જુના સેંકડો વર્ષ પૂર્વેના નગરોના નામોની સાથે આજના નામોની શોધ કરી તેને ભારતના નકશામાં શોધવું મુશ્કેલ તો હતું, પણ જ્યાં પ્રભુના તીર્થોના દર્શનની એક ચાહ હોય ત્યાં રાહ તો મળવાનીજ હતી. નવી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો - જેકોબી, કૈલાશચંદ જૈન આદિના સંશોધનો એકત્રિત કરી પ્રભુ મહાવીરની વિચરણ ભૂમિઓનો નકશો બનાવ્યો. પ્રથમ ચરણમાં કલ્યાણમિત્રો સાથે ૧૮૦૦ કિલોમીટર લાંબી યાત્રાનો આરંભ કર્યો. તેમના આ કાર્યો વાંચતા અચાનક જ સ્મરણપટમાં ઉદ્ભવેલ વીર નર્મદાના શબ્દો વાણી દ્વારા બહાર આવ્યા – “યા હોમ કરીને પડો ફતેહ છે આગે”

પ્રભુ શ્રી મહાવીરની વિહારભૂમિની સ્પર્શના કરતા કરતા, અર્પિત તથા તેના કલ્યાણમિત્રોએ શ્વેતાંબિકા, અસ્થિકગ્રામ, પાટલીપુત્ર, ક્ષત્રિયકુંડ, ભદ્દીલપુર, ચંપાપુરી, ઋજુવાલિકા, વૈશાલી આદિ અનેક પાવન ભૂમિઓની સ્પર્શના કરી. તે સ્થળોમાં જૈન ઉપરાંત અન્ય સંપ્રદાયના મંદિરો, ગુફાઓ, મ્યુઝમો આદિની મુલાકાતો લઇ તેમાં રહેલી જૈન ધરોહરની ઓળખ કરી અને સાથે સાથે તે સ્થળોની વર્તમાન પરિસ્થિતિ તથા ભૂતકાળનો સમન્વય કરીને એક પદ્ધતિસર અહેવાલ તૈયાર કર્યો છે, જે વાંચતા પ્રભુભક્તો ભાવવિભોર થઇ જાય છે. આનંદની વાત એ છે કે આ પુસ્તક લોકમાં ખુબ પ્રિય બન્યું જેથી એની બીજી આવૃત્તિનું પ્રકાશન થાય છે. આ ગૌરવવંત પ્રસંગે મારા આત્મીય અભિનંદન. શ્રાવકવર્ય અર્પિતની સરસ્વતી સાધના ઉત્તરોત્તર વધતી રહે એજ અભ્યર્થના.

પ્રખર ઇતિહાસ વિશેષજ્ઞ તથા સંશોધક
-ડૉ. રેણુકાબેન જે. પોરવાલ
PhD., B.Sc., LL.B


“પ્રભુને ઓળખવા, પ્રભુના પુદગલોને વીણવા એ પ્રભુ પરનો પ્રેમ દર્શાવે છે, પણ આજના આ યુગમા એ બહુ ઓછા લોકોમા જોવા મળે છે. આવા મોર્ડન જમાનામા આપે જે શોધખોળ કરી , પ્રભુ ના પગલે પગલે ચાલ્યા; ત્યાંના દરેક તીર્થ તથા પ્રભુની ઝીણી ઝીણી વિગતો આપે દર્શાવી એથી ખરેખર આપ પ્રત્યે ખુબ જ માન થાય છે. આપ આ રીતે યાત્રા કરતા રહો અને અમને પણ પ્રભુથી પરિચિત કરતા રહો, એજ પ્રાર્થના પ્રભુ વીર પાસે”

- વિપુલાબેન મેહતા, જામનગર


"પ્રભુ તમારા પગલે પગલે " એક અતિ ઉત્તમ જૈન પુસ્તકની રચના માટે ખુબ ખુબ અભિનંદન. આ પુસ્તકને આકાર આપવા જે સંશોધન તથા માહિતીઓ ભેગી કરી છે તે ઘણીજ મહેનત માંગી લે છે. આપણે બધા જૈન હોવા છતાં તેના ઇતિહાસથી એકદમ અજાણ છીએ. ભગવાન શ્રી મહાવીર સ્વામી વિશે તેમના કલ્યાણક, ચાતુર્માસ, ઉપસર્ગો તથા તેમના જીવનની મહત્વની ઘટનાઓની ભૂમિની સ્પર્શ કરવાની ભાવના તેમજ તેને શબ્દોમા કંડારી તેને પુસ્તક રૂપે પ્રગટ કરવુ ખૂબ મોટુ કામ હતું. તારી સાથે જાણે મે પણ યાત્રા કરી હોય તેવી સંવેદના થાય છે. દરેક ભૂમિનો ઇતિહાસ વાંચી ઘણુ જ્ઞાન પ્રાપ્ત થયું. લખાણ સાથે ફોટાઓએ સોનામા સુગંધનુ કામ કર્યુ છે. તારી દરેક ક્ષેત્રને વર્ણવવાની કળા એક પરિપક્વ લેખકની સમાન છે. ખરેખર આ ભૂમિઓની વંદના તારા શબ્દોના સથવારે કરવાનુ મન થઈ ગયુ છે. હવે જયારે શ્રી મહાવીર સ્વામીના સ્પંદનોને વંદન કરવાનો મોકો મળશે ત્યારે આ પુસ્તક સાથે લઈને યાત્રા પ્રવાસ કરવાની ઇચ્છા રાખું છું. ફરી વખત આવુ સુંદર સરળ ભાષામા લખેલ પુસ્તક માટે ધન્યવાદ ને હવે પછીના બીજા ચરણના પ્રવાસ માટે બેસ્ટ ઓફ લક. તેને પણ શબ્દોની સફરમા બાંધી નવી કૄતિની આતુરતાથી રાહ જોનારી એક શ્રાવિકા”

-હર્ષાબેન મહેતા


“પ્રભુ તમારા પગલે પગલે પુસ્તક મળ્યું...એકજ બેઠકે વાંચી લીધું...ખુબજ આનંદ આવ્યો...તમે જૈન શાસન માટે એક નવો આદર્શ પ્રસ્તુત કર્યો છે. ભવિષ્યમાં તમારા દ્વારા વાવેલું બીજ ચોક્કસ વટવૃક્ષ બનશે. પ્રભુ વીરની તે-તે ભૂમિ દરેક જૈનો માટે આલંબનનું કેન્દ્ર બનશે...આ દિશામાં નવી શોધ કરતા રહો અને પુસ્તકના ભાગ ૨, ૩, ૪ ...જલ્દી થી આવે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ”

-ભૂષણભાઈ શાહ, અમદાવાદ, M.E. (IT), M.Phil



“This book is the outcome of a rare curiosity Arpit Shah, (a young Company Secretary, from Kolkata) had on the History of Jainism. As per Jain shastras, Shri Mahavir Swami’s vihar bhumi was predominantly concentrated on north and eastern India. Presently, we Jains have temples / memorials at hardly less than half of those bhumis where the Lord had journeyed and had spent chaturmas’. Arpit went back to various old scripts, shastras and records, extensively consulted various gurudevs, tried to bracket the possible vihar bhumi path that the Lord may have taken, and entirely, on the strength of shraddha (belief) and blessings of the various gurudevs, he, along with his similar friends, journeyed out to locate and experience those places. The book is a outcome of his experiences and photos of various places he could reach / trace and experience”

- Snehalbhai Dani, (Mumbai , Antwerp)


"આપનું જેવું નામ એવુંજ આપનું કામ. પુસ્તક વાંચતા વાંચતા એવા વિચાર ચાલતા હતા કે આપે શું જબરદસ્ત સમર્પણ ભાવ ‘અર્પિત’ કર્યા છે. આપના આ પુસ્તકના માધ્યમથી પરમાત્મા મહાવીરના સમીપ આવવા નો અવસર મને પ્રાપ્ત થયો છે. મેં મારા જીવનમા અનેક વખત ગિરિરાજની ભાવયાત્રા કરી છે; આજે "પ્રભુ તમારા પગલે પગલે" ના માધ્યમથી શાસનપતિ શ્રી મહાવીર પ્રભુની કલ્યાણક ભૂમિની ભાવયાત્રા કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત મને થયો છે. પુસ્તક વાંચતા એવો આભાસ થઇ રહ્યો હતો જાણે આપ મારાથી રૂબરૂ વાત કરતા હો- એટલા સરળ અને ભાવભર્યા શબ્દો છે કે કોઈને પણ સ્વાભાવિક રસ થઈ જાય વાંચવાનો. આ પુસ્તક પાછળનો આપ સહુનો પુરુષાર્થ જે હશે એની ઝલક પુસ્તકના દરેક પાનામા નીતરતો હતો.”

-નિશાંત મેહતા, સેલવાસ




“પ્રભુ તમારા પગલે પગલે વાંચીને ખૂબ આનંદ થયો. સાત દેઉલ, જોગી પહાડી, સુદર્શન શેઠની દેરી, આચાર્ય શ્રી સ્થુલીભદ્રસૂરિ મ.સા. ની સાધનાભૂમિ, મિથીલા અને ભદ્દીલપુર તીર્થના વિશે ખૂબ જણાવા મળ્યું, દર્શન થયા. તમારી સાથે અમે પણ યાત્રાએ હતા એવું લાગ્યું..અમે પણ ભાવયાત્રા કરી. પ્રભુ મહાવીર સ્વામીની વિચરણ-ઉપસર્ગ ભૂમિનું તમે સરસ વર્ણન કર્યું છે. આ બધું બહુ ઓછા લોકોને ખબર છે. તમે અથાગ મહેનત કરીને લોકોને તેનાથી પરિચિત કર્યા, દર્શન પણ કરાવ્યા એ સ્થળોના. તમારો ખૂબ ખૂબ આભાર.”

-મૌલિક ચોકસી, અમદાવાદ


“What you have done through this book, is a big service to the religion, and the knowledge you have gained through this trip, needs to be shared widely. As for myself, I look forward to following the same route someday within the next year, and experience the same vibes that you ventured out for.”

- Nishit Shah, Navsari


“Someone who is guided by the almighty will walk absolutely in the right direction. We get an opportunity to experience such a journey through this book! Very few people are blessed to experience such divinity and express it beautifully too! This book is one such addition to the treasure of literature!!”

-Falguni Mehta, Kolkata


पुस्तक के बारे में क्या कहूं। लगता है कि या तो मेरे शब्दों का भंडार छिन्न भिन्न हो गया है , या फिर मैं इतना समर्थ ही नहीं की इसके बारे में कुछ कह भी सकू। लगता है परमात्मा ने स्वयं अर्पित भाई को इस पुनीत कार्य के लिए चुना है। और हो भी क्यों ना अर्पित भाई जैसी सरल और सद्भाव आत्मा ही इस पुनीत कार्य को पूर्ण कर सकती है।
मेरे प्रभु वीर के विचरण भूमियों को इतनी स्पष्टता के साथ कोई सामने लाएगा ये मैने कभी सोचा नहीं था। कितनी ऐसी बाते जो पता नहीं थी, या गलत पता थी , उन सबका संशोधन इस पुस्तक के माध्यम से हो जाता है। इस पुस्तक को पढ़ते हुए मुझे मीरा बाई की याद आती है। मीरा बाई के पदों की खासियत है कि वे सरल होते है एवं भक्ति भाव से भरे होते है। ठीक वैसे ही अर्पित भाई की लेखनी भी सरल और भक्ति की स्याही में डूबी हुई है। भविष्य के रत्नसुंदर मुझे इस लेखनी में नजर आते है। मै सोचता था कि अर्पित भाई से कोई तो पूर्व का संबंध है जो वो मेरे मन को इतने सौम्य प्रतीत होते है। आज समझ आया कि उनसे प्रभु प्रीति का रिश्ता जो है।
रिजुवालिका का अध्याय पढ़ते एवं उसका चित्र देखकर आंखो से धड धड आंसू की धार बेहने लगी। इतनी सुन्दर लेखनी और इतनी सुन्दर भक्ति भाव । पूज्य प्रशम रती विजय जी मा सा की “साधु तो चलता भला" की जानकारी भी मिली । मै भोचक्का हूं कि मुझे पता ही नहीं था इसके बारे में। अब वो पुस्तक भी पढ़ने की लालसा मन में जागृत हो रही है।
अगर आपने ये पुस्तक नहीं पढ़ी है। एक बार जरूर जरूर पढ़िए। जरूर जरूर पढ़िए।

-Dr. Akshay Singhi, Sirohi



Comments

Popular posts from this blog

પ્રભુ તમારા પગલે પગલે

યાત્રાની રૂપરેખા

પૂજ્યોના આશીવર્ચન